સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે નાની મોલડી પોલીસ મથક હેઠળ આવતા સાલખડા ગામે રહેણાંક મકાનમાં દરોડો કરી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અખાધ ગોળના 60 ડબ્બા તેમજ દેશી દારૂ સહિત કુલ રૂપિયા 95,300 ના મુદ્દામાલ ઝડપી લઈ નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી