અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બુધવારે 10 વાગ્યે વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી. જો તેમની રજૂઆત ધ્યાન પર નહીં લેવાય તો આગામી દિવસમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોકર મંડળની મુખ્ય માગોમાં વર્ગ એકથી ચાર સુધીના કર્મચારીઓને સુરત મહાનગરપાલિકામાં ગ્રેડ-પે પ્રમાણે પગાર ચૂકવવા માંગ...