પાલનપુર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન તમામ કતલખાનાઓ બંધ રાખવા માટે આજે ગુરુવારે 11:30 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે કલેકટરને લેખિતમાં રજૂઆત કરી અને શ્રાવણ માસમાં તમામ કતલખાનાઓ બંધ રાખવા માટેની માંગ કરી હતી.