પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં 6 ગેટ 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા,અવિરત વરસી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે હાલ પાનમ ડેમમાં 67230 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે,પાણીની આવકમાં તબક્કાવાર વધારો થતાં રુલ લેવલ જાળવવા માટે છ ગેટ 8 ફૂટ સુધી ખોલી 67162 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું.