કંબોલા વસાહતમાં રહેતા વિજય કનૈયાલાલ દાવર નામના યુવકે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં વપરાતી ઝેરી દવા પીધી હોવાની ઘટના તા.4 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં સામે આવી હતી ઇસમે અચાનક જ ઝેરી દવા ઘટગટાવી લીધી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યો હતો