ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી નજીક હાઇવે ઉપર આવેલ કામધેનુ એસ્ટેટ-1 સ્થિત સાક્ષી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક બોલેરો પીકઅપ પડે છે.જેમાં શંકાસ્પદ કેબલનો જથ્થો ભરેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી પીકઅપ ગાડીમાં ભરેલ 645 કિલો ગ્રામ ભંગાર સાથે એક ઇસમને પકડી તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ શાંતિ નગરમાં રહેતો અફઝલ સીરાજ અંસારીને ઝડપ્યો હતો.