જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ ૧૨.૯.૨૦૨૫ ને શુક્રવારના સાંજે પાંચ કલાકે જામનગરના નંદનવન પટેલ સમાજ તથા આજુબાજુના વિસ્તારમાં સીસી રોડ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.