અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં 40 લાખ 41 હજાર 306 જેટલા ભક્તોએ દર્શન કર્યા હતા જોકે 23 લાખ 20 હજાર 802 જેટલા પ્રસાદ પેકેટનુ વિતરણ થયું હતું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ આજે રવિવારે રાત્રે 8:00 કલાકે જાણકારી આપી હતી કે અંબાજી ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થયો છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ થકી ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા પડી નથી.