બાતમીના આધારે સરકારી પંચોની હાજરીમાં પોલીસે કેલોદ ગામની સીમમાં આવેલા બસીર અહેમદભાઈ પટેલના કબજાવાળા પોલ્ટ્રી ફાર્મની ખેતરની જગ્યામાં તપાસ હાથ ધરી હતી.આ દરમ્યાન આરોપી અરવિંદ સાહેબસિંહ ગૌડ (ઉ.વ. ૨૮, મૂળ નાદીયા ગામ, તા. કેસલી, જી. સાગર, મધ્ય પ્રદેશ, હાલ રહે. કેલોદ ગામ) દ્વારા ગેરકાયદેસર રીતે ૧૦ જેટલા ગાંજાના છોડનું વાવેતર કરાયું હોવાનું બહાર આવ્યું હતું.આ મામલે પોલીસે ગાંજાના લીલા છોડ ૧૦ મળીને કુલ રૂ. ૧,૬૯, ૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.