અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષો થી વરસાદી પાણીનો ભરાવો થવા ની સમસ્યા સર્જાઈ રહી છે. સોસાયટી માં કેટલા ભાગ માં વરસાદી પાણીનો નિકાલ અટકી જતા એક થી બે ફૂટ પાણી નો ભરાવો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને લઇ સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક સભ્ય પાસે રજુઆત કરવા જઈ આવ્યા છે.જે સભ્ય રજુઆત તો સાંભળે છે પણ વારંવાર નિરાકરણ કરી આપવાનું જણાવવા છતાં નિરાકરણ ના કરી આપતા રહીશો હવે સભ્યથી પણ કંટાળી ગયા છે.