ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેત તલાવડી જીઓ મેમ્બ્રેન યોજના હવે અમરેલી જિલ્લામાં પણ લાગુ થઈ છે. સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા ખેડૂતોની સતત રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવાનો રહેશે.