લીલીયા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિજયભાઈ કોગથીયાએ આજે સાંજે લગભગ ૫ વાગ્યે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં તેમણે તાજેતરમાં જાહેર થયેલ કૃષિ સહાય પેકેજ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે કૃષિ મંત્રીને રજૂઆત કરતા જણાવ્યું કે, બાકી રહેલ તમામ ગામોનો તાત્કાલિક સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે. નહીં તો ખેડૂતોમાં અસંતોષ વધી શકે છે.