ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળે તે માટે વાગડના પ્રસિદ્ધ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને છેલ્લા નવ દિવસથી જિલ્લા મથક ભુજ કલેકટર કચેરી સામે સમર્થકો સાથે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સાધુ સંતોની માંગણીને ધ્યાને લઈ હૈયાધારણા આપવામાં આવી છે. જેને લઈ આ આંદોલનનો આજે મધ્યાહને જિલ્લાના સત્તાધારી પદાધિકારીઓના હસ્તે સંતોને પારણા કરાવી સુખદ અંત લાવવામાં આવશે.