આગામી ૧૦મીના અમૂલ નિયામક મંડળની યોજાનાર ચૂંટણી પગલે ભાજપ દ્વારા મેન્ડેટ આપી ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી હતી.તેમછતા કેટલાક નેતાઓ દ્વારા ઉમેદવાર પસંદગી પર નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા અમૂલનો જંગ શાસક માટે પેચીદો બનતાં શિસ્ત નો કોરડો ઝીંકી ત્રણ નેતાઓ ને બરતરફ કરતાં અમૂલના જંગનું રાજકારણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે