નસવાડી સર્કિટ હાઉસ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખશ્રી ઉમેશભાઈ રાઠવા દ્વારા તાલુકા પંચાયત સીટ દીઠ પ્રવાસ કાર્યક્રમના સુચારૂ આયોજન અંતર્ગત નસવાડી મંડળના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આવતા કાર્યક્રમોને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંગઠનને મજબૂત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.