વિજાપુર માર્કેટયાર્ડ માં રાત્રીના સમયે માર્કેટયાર્ડ વિભાગ -3માં આવેલી દશ દુકાનોમાંથી રૂપિયા 5,18,900/- ની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.જ્યારે માર્કેટયાર્ડ ના દરવાજા બહાર રોડ ઉપર આવેલ છ દુકાનોના તાળા તોડી પાડી ખત્રી ભજીયા હાઉસની દુકાન માંથી પડેલી રોકડ તેમજ એકાઉન્ટ્સની દુકાન દરવાજા તોડી નાખી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ મથકે આજરોજ ગુરુવારે બપોરે એક કલાકે દિનેશ ભાઈપટેલે ફરીયાદ નોંધાવી છે.પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.