સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે તારાપુર તાલુકાના નદી કિનારા પર આવેલા નભોઈ, રિંઝા, ફતેપુરા, કલોદરા, ખડા ગામોમાં પાણી ફરી વળ્યા છે.રીંઝા ગામમાં ફસાયેલા 7 વ્યક્તિઓને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરી શેલ્ટર હોમમાં ખસેડ્યા છે. તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે પેટ્રોલિંગ હાથ ધરાયું છે.નભોઈ ગામમાં 50 જેટલા ઘરોમાં બે ફૂટ પાણી ભરાયા છે.ખેતીપાકો સહીત માર્ગો પાણીમાં ગરકાવ થઇ જતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.આરોગ્ય વિભાગની ટીમો મોકલાઈ છે.