પંચમહાલ ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી ૨૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે,જેના માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી ૩૧ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા,જેમાં શહેરાથી અણિયાદ મંડળીમાંથી જેઠાભાઇ ભરવાડે પણ ફોર્મ ભર્યું છે,જોકે ચૂંટણી માટે ભરાયેલ ફોર્મની ચકાસણી કર્યા બાદ અને ફોર્મ પરત ખેચવાની તારીખ ૧૦મી સપ્ટેમ્બર બાદ ચિત્ર સ્પષ્ટ થશે,ત્યારે પંચમહાલ ડેરીના વયસ્થાપક મંડળની ચુંટણીમાં તમામ ૧૮ બેઠકો બિનહરીફ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.