ગીર સોમનાથ જિલ્લાના યુવાન રૂપેશભાઈ મકવાણાએ સોમનાથ થી પશુપતિનાથ સુધીની દોડની આજે શરૂઆત કરી છે.ધારાસભ્ય ભગવાન બારડ પણ યુવાનને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.યુવાને જણાવ્યું હતું કે તેમની આ ચોથી દોડ છે અને ખાસ યુવાનો માંથી કુટેવો દૂર થાય અને સારી આદતો તેઓ અપનાવે તેવા સંદેશ સાથે આ દોડનો પ્રારંભ કર્યો છે.