જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.એ. અંજારિયાના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 10,173 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. 36.62 કરોડથી વધુની સમાધાન વળતર રકમ ચૂકવાઈ અને ટ્રાફિક નિયમભંગના 5,473 કેસોમાં રૂ. 46 લાખથી વધુ દંડ વસુલાયો હતો. મોટર વાહન અકસ્માત વળતરના 159 કેસોમાં લાભ અપાયો હતો.