સેવન્થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ સોમવારે ફરીથી શિક્ષણ કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા. DEO કચેરીના ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે જેથી જે વાલીઓ સ્કૂલમાંથી પ્રવેશ નીકાળીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હશે તેમને ટીમ દ્વારા મદદ કરવામાં આવશે.