વિજાપુર ધરતી ટાઉન શીપ માં રહેતા પૂજા બેન મહેશ્વરી ને 2020થી આજદિન સુધી તેમના પતિ હિરેન ભાઈ મહેશ્વરી લંડન માંથી મોબાઈલ ઉપર ધમકી આપી ઘરમાંથી નીકળી જા કહીને ધમકી ઓ આપી તેમજ સાસુ સસરા જેઠ નાની વાતો ને મોટી કરી ધમકી આપી માનસિક ત્રાસ આપતા સાસરી પક્ષના ચાર સામે મહિલાએ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શુક્રવારે બે કલાકે સાસરી પક્ષના સાસુ સસરા અને જેઠ અને લંડન રહેતા મહિલા ના પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.