ભાનેર પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા.કઠલાલ તાલુકાના ભાનેર પાસે એક ટ્રેક્ટર ચાલકે તેનું ટ્રેક્ટર બેફિકરાઈ અને ગફલત ભરી રીતે હંકરી સાઈડ લાઈટ બતાવ્યા વગર વાળી દેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે રાજેશભાઈ લાલજીભાઈ સોલંકી કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.