સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વૉર્ડ 1માં આવેલ હનુમાનપરા , મેલડીપરા, આનંદનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોની હાલત કફોડી બની છે જેને લઈને આમ આદમી પાર્ટીના આગેવાન અને જાગૃત નાગરિક કમલેશ કોટેચા તેમજ દીપકભાઈ ચિહલા સહિતનાઓએ આ વિસ્તારની મુલાકાત લઈ લોકોની હાલાકી અંગે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી.