કરજનમાં 32 કરોડના ખર્ચે મજબૂતીકરણથી બનાવેલ રોડ ગાડી તોડ ખાડા રાજ ના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતા રોડ પર બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી જતા કાદવ અને કિચનના કારણે રોડ બીસ્માર બન્યો છે માત્ર દોઢ વર્ષમાં 32 કરોડનો ખર્ચે બનેલો રોડ ગાયબ થઈ ગયો છે આ રોડ પર અસંખ્ય વાહન ચાલકો ફસાઈ રહ્યા છે કમર તોડ અને ગાડી તોડ ખાડા રાજ ના કારણે વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે તેવામાં અહીંથી વાહન પસાર કરવું જોખમી બને છે