ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે નદીમાં પૂરની પરિસ્થિતિ શક્યતાની ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખેડાના રસિકપુરા અને પથાપુરા ગામના 71 લોકોને હરિયાણા ગુરુકુળ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ લોકો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવ્યું છે. અને હજુ પણ જો પરિસ્થિતિ બગડે તો તેની પહોંચી વળવા તંત્ર એલર્ટ છે.