દેત્રોજ પોલીસ દ્વારા આગામી ચૂંટણી અનુસંધાને દેત્રોજ તાલુકાના છનિયાર,વાસણા,ભંકોડા અને અશોકનગર ગામ ખાતે વિલેજ વિઝીટ કરી ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમજ વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે તેમજ ટ્રાફિક નિયમો તેમજ સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.