ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં વીજપોલ પડવાની ઘટના બની હતી. કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં JCB દ્વારા કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન વીજ પોલ ધરાશયી થતા એક બાળકને ઇજા પહોંચી હતી. જે બનાવની જાણ થતા કોંગ્રેસ પ્રમુખ સહિતના દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સ્થળે લોકો અ ટોળાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા.