પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદને લઈને બીલેશ્વર ગામે આવેલ અને પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ફોદાળા ડેમમાં પાણીની આવક થતા આ ડેમ ઓવરફ્લો થયો હતો જેને લઈને નીચાણવાળા 13 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો ખંભાળા ડેમમાં પણ પાણીની આવક નોંધાતા આ ડેમ પણ 97 ટકા ભરાઈ ગયો છે.