સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ ભનાભાઈ સોલંકી રાજ હોટેલ નજીક સફાઈ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી આ મામલે ચંદુભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.