ભૌમિકભાઈ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 19 J 9007 લઈને પોતાના યજમાનને ત્યાં પૂજાપાઠ કરાવવા જઈ રહ્યા હતા ત્યારે ચલથાણ ગામ ત્રણ રસ્તા સારથી કોમ્પલેક્ષ સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુર ઝડપે આવતી એક ટાટા પંચ કાર નંબર GJ 19 J 9032 ના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જાતા આસપાસમાં ઊભેલા લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજા પામેલા ભૌમિકભાઇને ચલથાણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન ઇજાઓ થતાં વધુ સારવાર માટે સુરત ખસેડાયા