સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા 4 લાખ લોકોને પાણી પુરું પાડતા ધોળીધજા ડેમની પાણીની પાઇપલાઇનમાં ખામી સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ છે જેને લઈને શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી સમયસર ન મળતા લોકોને ભરચોમાસે પાણીની સમસ્યાનો સામનો કરવાની નોબત આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.