ગીર સોમનાથ જિલ્લાના તાલાલાનાં માધુપુર ગીર ગામે આજરોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સન્માન સમારોહ તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઈકો ઝોનને લઈને તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો બીજી તરફ બે હોદ્દાને લઈને સી.આર.પાટીલ પર પણ તેઓ વરસ્યા હતા.