સ્ટાર્ટઅપ કોંકલેવ–૨૦૨૫ દરમિયાન સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ, નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા આ નાટ્ય ઉત્સવમાં સરકારી વિનયન કોલેજ ભાભરની ટીમે પર્ફોમાન્સ કર્યું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમને રૂ.૭૧,૦૦૦/-નું પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા અને સમગ્ર ભાભર તાલુકાનું રાજ્યમાં ગૌરવ વધાર્યુ