આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ શહેરના નિર્મલા રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધા બાદ ત્યાંથી ફરાર થઈ જવા માટે કારની સ્પીડ વધારતા કાર થાંભલા સાથે અથડાઈ હતી અને કારચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત થયેલ કારચાલકને સારવાર તે હોસ્પિટલમાં ખસેડી તેના વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.