ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંગરોલા ગામનો જીજ્ઞેશ ભટ્ટ વાલિયા તાલુકાના સિલુડી ગામના તળાવ કિનારે આંક ફરકનો આંકડાનો સટ્ટો લખી લખાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન તેમજ બાઈક મળી કુલ 28 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જુગારી જીજ્ઞેશ નામદેવ ભટ્ટને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય જુગારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.