વર્ષ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન લદાખના રેજાંગલા ખાતે ભારતીય સેનાના 114 વીર આહીર જવાનોએ અદમ્ય શૌર્ય અને બહાદુરી દેખાડીને માતૃભૂમિની રક્ષા કાજે શહિદ થયા હતા. આ જવાનોના સન્માનમાં રેજાંગલાની માટી સાથે કળશ યાત્રા કાઢવામાં આવી છે જે દ્વારકા પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં રેજાંગલાની માટી સાથેનું કળશ અર્પણ કરાયું હતું.