લીંબડી પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાખચોક વિસ્તારમાં રહેતા હિરાબેન વિઠ્ઠલભાઈ મકવાણા એ લીંબડી પોલીસ સ્ટેશનમાં આ વિસ્તારમાં રહેતા રતનબેન વિનોદભાઈ ચાવડા તથા તેમની પુત્રી પીનલ ચાવડા એ રસ્તા માં ઉભા રખાવી બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપી હતી. હિરાબેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા રતનબેન અને તેમની દિકરી પીનલે માર માર્યા ની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાઇ.