સેવાલિયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સને ગેરકાયદેસર હથિયારો સાથે પકડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ઝાલાને બાતમી મળી હતી કે ગોધરા તરફથી એક બસમાં હથિયાર સાથે શખ્સ આવી રહ્યો છે. જેને આધારિત તપાસ કરતા બસમાં મુસાફરી કરતા એક ઈસમ પાસેથી એક પિસ્તોલ બે મેગેઝીન અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે 61,700 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.