મોડાસા નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગની 9 લાખ લીટર કેપીસીટી ધરાવતી પાણીની ટાંકી જર્જરિત થવાના કારણે તેને નોનયુઝ જાહેર કરવામાં આવી છે.ટૂંક સમયમાં ટાંકીને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય,સાવચેતીનાં ભાગરૂપે નગરપાલિકા દ્વારા ચેતવણીના બોર્ડ લગાવી લોકોને જાણ કરવામાં આવી હોવાનું પાલિકાના સંબધિત અધિકારીએ શુક્રવાર રાત્રે 10 કલાકે જણાવ્યું હતું.