માલધારી સમાજના લોકો દ્વારા ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજના લોકો દ્વારા ગૌચરણ જમીન સહિતના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જે તમામ માંગ સાથે જશોનાથ સર્કલ ખાતેથી રેલી યોજી જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.