ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર કંટ્રોલ રૂમની સૂચના અનુસાર આજે બપોરે 12.55 કલાકે જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં. 03 લગાડવામાં આવ્યું છે. આ માટેની જરૂરી વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે બંદર અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.આ માટેની તમામ જરૂરી તકેદારી અને આનુષાંગિક વ્યવસ્થાઓ જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે બંદર અધિકારી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.