સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશીની હત્યાના ગુનાનો ભેદ અમરેલી એલ.સી.બી.એ ઉકેલી લીધો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, પરિવારજનો વચ્ચે ચાલી રહેલી અણબનાવને કારણે મરણજનારના ભત્રીજા ઘોહા બચુભાઈ વાઘોશીએ જ કાકાની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપીને અનડીટેકટ ખૂનનો ગુનો ડીટેકટ કર્યો છે.