ધામરોડ રોડ પર દત્ત મંદિર નજીક આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બે યુવકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે પુરઝડપે દોડી રહેલી બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાઇક સવાર અતિ ઝડપથી વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે.