મનપાના સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ કામદાર યુનિયનના પ્રમુખને રૂપિયા 5,00,000 લાન્ચ પેટે આપી ખરીદવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ આ મામલે સ્ટિંગ ઓપરેશન કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને લાંચ આપવા આવેલ યુવકને એ ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો.એ ડિવિઝન પોલીસ સ્ટાફે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.