આશરે પાંચ કરોડના ખર્ચે બનેલ ખીરસરા લોધિકા રોડ પર માત્ર ત્રણ મહિનામાં મોટા ગાબડાઓ જોવા મળ્યા હતા જેને લઈને એક કાર ચાલકનો અકસ્માત સર્જાતા તેના વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને લઈને આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ આ મામલે કલેકટર કચેરી ખાતે તેઓ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ મામલે યોગ્ય પગલાં લઈ તાકીદે નવો રોડ બનાવવાની માંગણી કરી હતી