આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલ રાજશ્રી સિનેમા પાસે કાર અથડાવા મામલે રીક્ષા ચાલક અને કારચાલક વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેને લઈને આસપાસથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિન પ્રતિદિન આવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવાય તેવી લોક માગણી ઉઠી છે.