રાજુલા નગરપાલિકામાં ચાલતી સફાઈ કામદારોની હડતાળ દરમિયાન નવો વિવાદ ઉભો થયો છે. નગરપાલિકાએ સફાઈ કામગીરી બહારની એજન્સીને સોંપતા બે કર્મચારીઓએ મનદુઃખથી મુખ્ય બજારમાં સડેલું માંસ ફેંકી દીધું હતું. આ ઘટના અંગે ચીફ ઓફિસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.