વ્યારા તાલુકાના વાઘઝરી ગામે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડતા પાંજરુ મૂકવા માંગ.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાઘઝરી ગામે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે.જેનો વીડિયો શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ સામે આવ્યો હતો.બનાવને લઈ પાંજરુ મૂકવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.જે દીપડાનો વિડિઓ સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલ માં કંડાર્યો હતો.