દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા "સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા" સૂત્રને સાર્થક કરવા નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કર્યો. જેમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આપણા બરડા ડુંગરમાં આવેલ સૌથી ઊંચી ટૂંક આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે યોગ-પ્રાણાયામ કરી સમગ્ર જિલ્લો યોગમય બન્યો.